Pages

મૂંઝાતાં વૃક્ષો

  


મેપલ, ડોગવુડ , ઑક 
મેપલ પૂછે , ડોગવુડને ," અલ્યા . તું તો ઝુલાવે રંગીન પર્ણને ! 
 આવકારે , પાનખર ઋતુને ;
હું ક્યમ હજી ય લીલું ? રહું છું તો તારી જ  કને ! ! " 
ડોગવડ આશ્ચર્યથી પૂછે ઑકને , 
" ભાઈ , તું તો મલકી રહ્યો , પર્ણો ખેરવીને ! 
નવાઈ ! આપણ પોષીએ એક જ ઋતુને ;
છતાં કાં જીવીયે, એકમેકથી અલગ પડીને ?! "

ઑક બોલ્યું, " દાટ  વાળ્યો , માનવ જાતિએ ,
વૃક્ષો કાપ્યાં , ઉડાડ્યાં - રોકેટ, સ્પેસ શટલ, મિસાઇલો ,
વાદળ ચીર્યા , ઝગડ્યાં  બૉમ્બ વર્ષ કરીને ,
બંધુ, દુનિયામાં વધી ગરમી, બગાડી ઋતુઓને .
એક દિન ઠંડી , એક દિન ગરમી , ને ,
વળી ક્યારેક મલકે, વચ્ચે વરસાદ વરસાવીને ! 
બિચારાં આપણે ! , મૂંઝાઈએ  ન સમજીને ;
ખીલવું? , ઝુલવું ?કે  ઠૂંઠવુ પર્ણ ખેરવીને ?! ! ! 
હું ,તું ,મેપલ, ફૂલછોડ, અન્ય વૃક્ષોને ;
અકળાવી, મૂરઝાવી ,માનવ ન છોડે ધૃષ્ટતાને ! 
      આ "બેલા" ય જો ને , કેવી સ્તંભિત અકળાઈને ? ! ! 
                                          3/11/2024 
                                               2.00 પી એમ 

नूतन वर्ष

  


नूतन वर्ष की सब अभिलाषाएँ ,
पाये , सुखी शांत और स्वस्थ कलाएं ;
प्रदान ऐसा, सुभाग्य आपको ईश  करें ,
खुशहाल जीवन हँस हँस कर  बितायें | 
नूतन वर्ष पर कहि;ल उठे बहारें ,
और , जीवनमें "बेला"सी खुश्बू  फैलाये | 

वीरबाला"बेला"की और से नूतन वर्ष की शुभ कामना |             
                                                 ३०/ ११/२०२४ 
                                                      १०.१५ ए  एम् 

બેલાના જન્મદિન નિમિત્તે

  


87 વર્ષથી "બેલા" રહી છે મહેકી,
88માં ય શામળો રાખશે મહેકતી ! 

સંસારવાડીમાં આ મોરલો થાક્યો નાચી નાચી;
અગણિત પીંછામાંથી 87 તો પડયાં ખરી ! 
88મુ ,બેઠું છે , ઉરે એક આશ ધરી ;
મેઘશ્યામ વરસશે કદીક કૃપા કરી ! 
ને શ્યામ! તમે રહયાં છો મલકી ? 
 કર્મ બંધનોની 87 ગાંઠ નાખી ખોલી,
 હસ્તે મુખે બાકીની ય  નાખશે ખોલી .
                               23/9/2024 
                                     4.30.એ એમ 

બીજ

   


સંસારની વાડીમાં એક "બેલા"નું બીજ રોપાયું ,
અંકુર ફૂટયાં ને તરણોમાં લહેરાયું ;
કર્મના સુગંધી ફૂલોથી ઝૂલ્યુ ,
એક એક વર્ષે, એક એક ફૂલ સુકાયું ! 
શ્યામ ! આમ 87મુ ફૂલ પણ સુકાયું ! 
 હવે 88મુ ફૂલ છે લટકી રહ્યું ;
પણ શામળા ! એ વિનવે તને , રાખજે મ્હેકભર્યું . 
                                       22/9/2024 
                                            6.00 એ એમ 

નિંદામણ

  


હે જીવ ! તારા જીવનનું ખેતર સંભાળ, 
જોજે ,તેમાં ખડ ઉગી જાય ના ક્યાંય ! 
નિંદી નાખ , ઈર્ષા, મદ , લોભ , બધાય કષાય ;
ખેતરના પાકને લીલોછમ લહેરાવ .
શિવને તો શુદ્ધ પાક ધરાય ! 
લીલું ખેતર તારું ય ધરાવ-
શીવ  હૃદે , ને જો ,પછી તે હરખાય ! 
ને ,"બેલા"ની જેમ તે ફોરાય ! 
                             17/9/2024 
                                 11.35 એ એમ .

શ્રદ્ધાંજલિ ( રમેશભાઈ જોશી )

  


હે પ્રિય સખે , ચલ દિયે હો જિસ પથ પે ,
ઉજલા  હી ઉજલા હો , ઉસ અન જાન પથ પે ;
પહુંચો  શિવધામ આરામ સે ,ઉસ પથ સે ,
હો જાઓ પરમાનંદસ્થિત, ઔર 
પાઓ મુક્તિ , જીવન-મૃત્યુ પથ સે . 

પ્રિયે , સાથ છોડી, હાથ છોડી, કર્યું જ પ્રયાણ ?
આ હૈયું અને ઘરબાર સૌ થયા હા ! પ્હાણ ?! 
ગયું ,'નલિની નલિની 'તણા  ટહુકાનું ગાન?
ગઈ એ સુખમય, વત્સલ ક્ષણોની લ્હાણ ? 
ભલે , પ્રિય, સિધાવો, હો શાંતિમય તવ પ્રયાણ ,
અને વસો, જ્યાં છે ,અજરઅમર  શિવધામ. 
ઐક્ય એ જીવશિવનું કરે તવ કલ્યાણ,
એ ભાવાંજલિ અર્પે અંતરના આ  ઉદગાર ! 
                                  5/8/2024 
                                     8.25 એ એમ 

વૃંદાવનમાં ભક્તિ

   


મનડું લઈને હું તો વૃંદાવનમાં ચાલી રે ,
ભક્તિના વનમાં , થઇ, ભક્તિમાં ઘેલી રે ;
વરસો  વરસ એ કુમળી વેલી ,
વનરાવનમાં ફૂલીફાલી રે .
કાના સંગ રુડી પ્રીતડી બાંધી ,
"બેલા" ફૂલ દઈ ઝૂલી રે .
                       29 /7/2024 
                              12.30 પી એમ 

એક અરજ,

  


 બિનતી સુનો નાથ મોરી ,કભી દૈન્ય ના કરો જિંદગી મોરી ,
અનાયાસ હી ખીંચ લેના ડોરી , સદા સ્મરણોં મેં રહના મોરી .
                                                       1/5/2024 
                                                        10.00 એ એમ 

સાખી

  


હે ----- શ્યામસુંદર તનનન્ન, માથે મોરમુકુટ ધરન  નંદ જશોદાનંદન,વ્રજજન કે મનરંજન 
ગોપિયાં કે ચિત્તહરન , "બેલા" સ્પર્શે તવ ચરન ,રહે કૃપા હે મુરલીધરન ,
    બિનતી કરત લે કે તેરી શરન .
                                                          1/5/2024 
                                                            10.00 એ એમ

રાગ મધુવંતી ઉપર આધારિત (કહે માન કરો )

 


કાન્હા , અબ તો સુનો ... અરજ મોરી 
બહોત દિનન સે બિનતી  કરત હું ...
અબ તો આ...ઓ મેરા હાથ ધરો.... કાન્હા ...

બંસીવટ પર રા---સ રચા--યો--
એક એક ગોપી સંગ રૂપ સજાયો 
"બેલા "અભાગિન,તરસ રહ્યો... કાન્હા...
                               6/5/2024 
                                  5.30. એ એમ 

પ્રભુ અને વિભુ

  


પ્ર =પાલનહાર ભુ =જીવ-સર્વ ભૂતો 
વિભુ=પ્રકાશ , જ્ઞાન, ઉજ્જવળ કરનાર , પ્રકાશમય 
ભુ = જીવ -સર્વભૂતો  
પ્રભુ પ્રાણનાથ =અંતર્યામી 
વિભુ =મન બુદ્ધિને જ્ઞાન વડે ઉજાળનાર 

તું જ મારો પ્રભુ  , તું જ મારો વિભુ  ,
શ્વાસ બનીને શ્વસે , તુજ રમતે રમું ;
તારા ઈશારે જ  દોડું ,હસું,ને રડું ,
આ "બેલા"ને મહેકાવે તો મહેંકું ,
ફૂલ ખેરવી લે ,તો ,ઊભું  ,બની ઠુંઠુ ! 

તું જ મારો પ્રભુ, તું જ મારો વિભુ ! 
                          13 /6 /2023 
                               5.45 એ એમ 

ઉડ્ડયન

  


ગગને ઊંડું  હું  ,લહકે લહેકે ચેહકું હું ,
ઓ ઘટાઘન વાદળ, ન આવજો પાસ;
કે , પાંખો પલળે  ને સરકી પડું હું ,
ખોઈ બેસું વાટ , ને ભટકી પડું હું .

એક અગોચર ઈજન  સુણું  છું હું ,
મારે નયને શામળો આંજું છું હું ;
સૂરજ ,ના તપતા આકરા ,કે ,
પાંખો બાળી ,રહું ઝૂરતી હું .

અનહદમાં રહી ,પ્રેમવાણી ઊચરું હું ,
ઊડવા  દે ,તો ,ત્રણે લોકમાં ફરું હું ;
ઊડી , "એ"ને દ્વાર પહોંચું હું ,
વાલમજીને ચાંચથી :બેલા"ફૂલ ધરું હું .
                                 17/4/2024 (રામનવમી )
                                    5.15 પી એમ 

राग गौड़ सारंग पर आधारित

   


कान्हा! .. बिलख बिलख बीती रतियाँ (२)
चैन -न आवे.... जिया घभराये 
कब घड़ी पाए मिलनवा--- कान्हा। .... 

नैना-- बरसे , मनवा तरसे (२) 
डार  रही बिजुरिया, कब हटे -
गहन बदरिया, कांपे बेला बगिया -- कान्हा... 
                                        १७/३/२०२४ 
                                             ५. ए  एम्

कान्हा--- बरसन लागि मोरी अखियां (२)
तुम बिन चैन न आवे पिया ,तड़प  रही दिन-रैना। .....बरसन लागि 

बिरहा सतावे-- मन तडपावे ,उन बिन लागे न जिया 
कोई भेज संदेसवा..बरसन लागि मोरी अखियां 
                                              १७/३/२०२४ 
                                                   ७. ए  एम् 

कानजी -विरह

  


ये दिल बेचारा , नसीब का मारा ,
भटके यादों के बन में बन के बे-सहारा | 

पल पल छलके अंसुवन की धारा ,
सूना  पड़ा है तेरे बिन , जमना के किनारा ;
छोड़ गया कान्हा , व्रज भयो बेचारा ,
बिन कंकर से अब बहे ना , मटुकी से धारा ! 

सुन न पायेंगे बंसी , अब दो बारा ,
हाय ! नसीब ! क्यों गया राधिका का दुलारा ? 

नन्द -जसोदा हुए सुन्न , गया घर का किलकारा ,
गुंग हुए बन -उपबन में भृंग का गुंजारा ! 
जला दिया बिरहाग्नि में "बेला" का संसार सारा ! 
बदनसीब बन गया , सदनसीब जग सारा ! | 
                                   २५/११/२०२३ ३. इ एम्. 

अपनाया

  


जिंदगी में जो मिला, ख़ुशी से अपना लिया ,
हर लम्हा, हमने तो हंस के बीता दिया ;
बरबादियों  को जश्न में तब्दिल  कर  दिया ,
खुशियों को मधुर मुस्कान से औरों में फैला दिया | 
ख़ुदा  , शुक्र है तेरा ,इबादत का तो मौक़ा दिया ! 
वरना  भूल जाते , कि , कौन  किस का है ख़ुदा  ! ! 
                                          ???

શાશ્વતી શાંતિ

   


જિન્દગી ! તું કેટલી પુરપાટ વહી ગઈ ?! 
મન અને બુદ્ધિ, પાછળ  ગયાં રહી .
હજી તો શરૂઆત થઇ સમજવાની;
આ દુનિયાને અને માનવો દુન્યવી ! 
ત્યાં તો જીવન-વસંત ગઈ વહી ! 
અને ઋતુ આવી "બેલા"ની પાનખરની ! ! 
પીળાં  પાંદે  ઝૂલતી વિસામતિ ડાળી, 
લહેરે , સુણે , આગળ, અગોચર કોઈ વાણી ! 
જિન્દગી  ! સાથ દે , ડગ ભરવા એ ભણી ,
તો પામી શકું , ત્યાં શાંતિ શાશ્વતી ! ! ! 
                                       15/4/2023 7.40 એ.એમ 

જોગીને

  


અંગે ભસ્મ ચોળી લે જોગી ! 
ચિત્તે ચાદર ઓઢી લે ;
ૐ ૐ ની ધારણા લે જોડી,
પરબ્રહ્મને પામી લે .
                            15/3/2024 
                                8.30.એ.એમ. 

જન્મ દિનની શુભેચ્છા

  


જન્મદિને, વીત્યાં  વર્ષોની બાંધી ,
આવતાં  વર્ષ સંગ ગાંઠડી ;
રૂમો-ઝૂમો, આનંદે ઉલ્લાસથી,
રૂડાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ-વેલથી .
                     13/2/2024 
                         11,30 એ.એમ. 

વસંત

  


ખીલી જુઓ વસંતે આ લતિકા ,
ખુશ્બુ ભરી "બેલા" ઝૂમે, બની હર્ષિતા .

સોનલવર્ણી સૌમ્ય રાધિકા,
સોહે ,સોનચંપા માલ ધરિકા !
આ વસંતમાં, દીસે ઉલ્લાસિતા ;
કલેજે કૃષ્ણ-પ્રેમ ધારીકા .

શ્રીઘરની  છે આરાધિકા ,
ગુંજે,કુંજે સહી કર તાલિકા ;
હરિ રીઝે, દેખી સ્વયંની પ્રેમિકા ,
હીંચાવે હિંડોળે , ચગાવી વલ્લરીકા ! ! ! 
                                13/2/2024 
                                 6.30 પી એમ .

મિલન



જીવન સરિતા સરતી  ગઈ,
અનેક નાના મોટા ખડકોથી અથડાતી ગઈ ;
આવ્યો એક નવીન વળાંક ,ને વળી ગઈ ,
સફળતાનાં ઘૂઘવતા સાગરમાં તરંગ બની મળી ગઈ .
                                              ??

દુર્ભાગી

  


ઓ મા! તું દુર્ભાગી, હું ય દુર્ભાગી !
-તારો વછૂટ્યો,માણો અધિકાર ,
હું ય વછાયો  , મારો પુત્ર અધિકાર !
-માતા, હર્ષે કરાવે  સ્તનપાન ,
બાળ રીઝે ,કરી સ્તનપાન.
- મા, દેવકી,! તેં તો સહી વેદના ,
સાત સાત બાળ આવ્યાં તેવાં વધેરાયા ! ! 
ને આઠમો હું ,આવ્યો તેવો જ વિછોડાયો !
-મા! તું દુર્ભાગી, હું ય દુર્ભાગી !
ના તું કરાવી શકી સ્તનપાન,
ના હું પામ્યો એ રસ-લ્હાણ ! 
               છતાં 
બંધને બંધાઈ રહયાં બેઉ વિણ  સંધાન ! 

સોચે "બેલા",જાણી, પરમાવતારની કરુણ  કથા ;
તો તારા ભાગ્યની તો શી રહી વિસાત ! ?
                                  20/11/2023 
                       પ્લેઈનમાં, મુંબઈ જતાં , દુબઇ .

शारदा स्तुति

 

जय शारदे माँ ,जय शारदे माँ , 
अज्ञानता से तू तार दे माँ ! 
स्वरों की महारानी तू है मैया ,
सुर की किलकारी तू है मैया ;
कृपा कर के मृ दु-स्वर दे दे मैया ,
गाऊं  स्तुति तेरी ले ले के बलैया ---जय 

लिखुँ  गाथा ,तेरी दया से मैं  मैया ,
कवित भी  सुनाऊँ तुझे शारदे माँ ! 
तेरी छबि मेरे दिल में उतारू मैं  मैया ,
सदा गुणगान तेरा गाउँ  मैं  मैया ! ----जय 

सम्हालना  मुझे , यदि भटक जाऊँ ,
डगमगती  मैं , कछु लीख  ना पाऊँ ;
"बेला" के चमन में तेरा सरवर  है ,
धवल कमल ये लहरा रहा है ,
भृंग वीणा गुंजन गुन गुना  रहा है ;
ह्रदय मेरा , तेरा नाम जपता रहता है | 
                            १ दिसंबर २०२३ \ ८. ५ ए ऍम  

व्रज लागे अति नीको

 




 

सखी रि , ! मोहे व्रज लागे अति नीको ,
मिले जहाँ  श्यामसुंदर दरसन अति मीठो ! 
कुंजवन की गलियां में , बंसी नाद घेरे नैनन को ;
झूले राधा संग कनैयो , मधुर मधुर मुस्कातो !
झूमे "बेला" होले  होले  , पेखी  , रसिक रंगरातो ! 
प्रणमे  राधावर को ,थामी हिरदय  हरष   को |  
                                      १९ दिसंबर २०२३ \८. ए  ऍम

तकती डगर

 



  

तेरे बिना नहीं जी सकती मैं ,
कब तक राह तके  बैठी रहुँ  मैं ?!
जुदाई अब बरदास ना कर सकूं  मैं ,
भेज बुलावा की चिट्ठी, सज तैयार हूँ मैं ;
गले लगालो अब तो , थक चुकी हूँ मैं ,
"बेला"हार लिए डगर तकती  हूँ मैं | 
                         १९ ऑगस्ट २०१९ \८. ५ पि एम 

नई साल

 


 



नये  साल में नयी उमंगें, नया स्वप्न संसार,
नवल नवल सब शुभ शुभ हो, कृपा तेरी करतार !
द्वेष-राग, रोग से परे ,शांत मन बहे संसार ,
"बेला" चाहे, सृस्टि में हो ,सुगन्धि, प्रफुल्लित बहार ! 
                                           १० नवम्बर २०२३ \11. ० ए एम्  



દીવો









ભીતર દીવો શગે બળે ,થર થર કંપતો જાય ,
કાયાના આ કોડિયે ,તડો  તડ તડ થાય ;
જીરણ દેહ તો ડગમગે, ધરૂજે  આ કર -પાય ,
શામળા! તું નથી અણજાણ ,જરાય ,
તારે ભરોસે હું બેઠી, થવાનું હોય તે થાય ! 

આરતી થાળ સજાવ્યો, ધૂપ, "બેલામાળ " સાથ,
કાં આવો, કાં  બોલાવો, તો થાય જય જયકાર ! 
                                        22 ઓગસ્ટ 2019 \11.20 પી એમ 

વહયા વર્ષો



વહ્યા વર્ષો, હવા સાથે ,
વહયા વર્ષો, તુફાં  સાથે ;
વહયા વર્ષો,આંધી સાથે,
વહયા વહયા બસ વહયા જ !

ક્યારેક ઊડ્યાં  ખુશ્બૂ  સાથે , 
ક્યારેક રડ્યાં  તોફાનો સાથે;
ક્યારેક ઝઝૂમ્યાં  આંધી સાથે,
વહયા વર્ષો ખેલતાં  ભવસાગર સાથે !

લડી, નાવડી થાકી,મઝધાર સાથે,
છોડી હલેસાં , બેઠી, વિશ્વાસ સાથે ;
આવશે શામળો ,એક સ્મિત સાથે,
તારશે નાવ, સાહીને હાથ, હાથ સાથે ! 

ખીલશે "બેલા", આનંદી મહેક સાથે ,
ફેલાવશે ફોરम  શાંત અનિલ સાથે ! 
                        8 નવેમ્બર 2023 \4.25 પી એમ 

તારા વિના શ્યામ

 










તારા વિના હું એક ન મારૂં  પલક  ,શ્યામ !
રહી બેઠી દિનરાત,રટતી તુજને શ્યામ !
વિણ  કૃપા તુજ, થાય ક્યાં કાંઈ કામ ? શ્યામ!
"બેલા"ડોલે, પર્ણે  પર્ણે ભરી શ્વાસે , તુજને શ્યામ !
                                         3 નવેમ્બર 2023 \ 8.45 એ એમ  

તલાશ

  

ઘાટના ઘડવૈયા, તારી, હૈયે તલાશ છે ,કાયાના આ કુંભમાં  શું ભરવું?, એની તલાશ છે .
જપનું અમૃત ? કે કાંકરથી  ફૂટવું? તલાશ છે ,મિલનની ઘટના માટે રટણાની તલાશ છે .
મીરાં  નરસિંહ,પ્રહ્લલાદ જેવી રટની  તલાશ છે. તલાશ છે ,તલાશ છે ,તલાશ છે .
"બેલા" તો ઉગી જાણે  ,
એને તુજ મહેકની તલાશ છે ,અનિલ સંગે વહી , ઉડી , તુજ મહેલની તલાશ છે .
                                                                          25 એપ્રિલ 2022
                                                                              7.20 એ એમ 

મિરાત

  

શામળાજીનું નામ મારી મોટી મિરાત ! તારામાં પામું હું તો મસમોટી નિરાંત ! 
તારા નામ સાથે સંધાયા મારાં દિનરાત ! તારું રટણ એ જ મારી મિરાત ને નિરાંત ! 

ફૂલ ઉપરની ઝાકળ પરે  ,તું કરે તારો સાથ ! ને રાતરાણીની સંગે વહે તુજ મદિર સુવાસ ! 
પંખીના ટહુકામાં ય તે તારો જ વસે સાદ ! અને અદ્રશ્ય વાયુમાં ય તારો જ આવાસ ! 

નામ તારું રહે વહેતુ, પંચભૂતને એકાંત ! શામળા તારું નામ-રટણ  "બેલા"ની મોટી મિરાત ! 
                                                                                 24 એપ્રિલ 2022 
                                                                                     3.07 પી એમ 

प्रणाम


 
 जय नन्द नन्दन  तुझे प्रणाम ,यशोदा नन्दन  तुझे प्रणाम -जय नन्द.... 
पूतना उद्धारक तुझे प्रणाम, असुरों के तारक तुझे प्रणाम-जय....जय। ... 

माखनचोर तुझे प्रणाम,ग्वालसखा हे तुझे प्रणाम ,
चीरलीलामय तुझे प्रणाम,गोपी मन मोहन तुझे प्रणाम 
गोवर्धनधारी तुझे प्रणाम ,मोरपिच्छ धर  तुझे प्रणाम-जय। ... 

राधा के श्याम तुझे प्रणाम,बंसीधर नटवर तुझे प्रणाम ,
कंस विनाशक तुझे प्रणाम ,कुब्जा के सुंदिरवर तुझे प्रणाम-जय। ... 

रणछोड़ नीतिधर तुझे प्रणाम ,द्वारिकाधीश तुझे प्रणाम ,
अर्जुन के गुरु तुझे प्रणाम, भगवद गीताचार्य तुझे प्रणाम --जय। .... 

वसुदेव नन्दन तुझे प्रणाम ,देवकी के प्राण तुझे प्रणाम ,
जय जय कान्हा तुझे प्रणाम, राधा रमण  श्याम तुझे प्रणाम --जय.... 

"बेला"के श्याम तुझे प्रणाम, शरण तेरी श्याम तुझे प्रणाम;
शरणागत श्याम तुझे प्रणाम ,जय जय जय  श्याम तुझे प्रणाम (३)
                                                               २ ओक्टोबर २० २३ 
                                                                   ३. २० ऐ एम

વિનવણી

  


થાકી ,એનાં એ જ કાર્ય, એની એ જ દોડથી 
મારું-તારું કર્યામાં ,હું રોજ ગઈ ભાંગતી ! 
કર્મ-અકર્મ-નિષ્કામ કર્મ શું ?ન જાણતી 
હું અજ્ઞાની,પરમ શ્રેયને જાણવા માગતી .

ઓગાળો, મારા "હું"ને, આપી જ્ઞાન સુરભી,
જે ફેલાય ,"બેલા"ના ,ઊંડે મૂળ સુધી .
                                       2 ઓક્ટોબર 2023 ,11.45 એ એમ 

શૂન્ય

  


એક તો છે  એક ,માત્ર એક છે બ્રહ્મ,
માનવ જો બ્રહ્મને ભૂલે, તો બને શૂન્ય ;
શુન્ય કિંમત વિનાનો , પણ , જોડાય જો એક સંગ --
બને દસગણો ,ને ,પામે પરમાનંદ ! 
                                     21 સપ્ટેમ્બર 2023 , 11.15 એ એમ 

જન્મદિન નિમિત્તે



 વ્હાલાજી રે ,માનું આભાર તમારો ,તારી, આટલી ,એમ જ ભાવિમાં ય તારો ,

નમું તમને ,ઝંકારી અંતર મનનાં  તારો ,જોઉં વાટડી, ક્યારે સંધાય આપણા તારો ! 
                                             "બેલા" જન્મદિન નિમિત્તે 
                                                       25 સપ્ટેમ્બર 2023 ,10.40. પી એમ 

ગનાન

  


 

ગનાન સાગરમાંથી કળશ્યો રે ભરીયો ,
ચાંગળુંક રસપાન કીધું રે ..
હે ...આતમ જ્યોતનો દીવડો ઝગીયો ,
ને ઝબકારે મન વીંધ્યું રે ....
સાત કરમને મારગે ડગ છે ભરિયો ,
ને માયા ભરમનું તૂટ્યું જાળું રે ....
મારા તારાનો  ભેદ રે છૂટ્યો ,
સહુમાં એક પરમાણુ રે ....

"બેલા"નો ફોરમી વાયરો વાયો,
જગ રસ તરબોળ ભાળું રે ....
                         29 સપ્ટેમ્બર 2023 , 8.00 એ એમ 

દર્શન ક્યાં ?



રાધે ! તારું દર્શન ક્યાં ?, તું તો માધવની  મનોમૂર્તિ  ! 
તારું નામ ભાગવતમાં ક્યાં ,?તું તો આનંદ સ્વરૂપમૂર્તિ ! 
અસલ માધુર્ય મૂર્તિ ! રાધે ! ,તું તો હરિ અંગની પ્રકાશ મૂર્તિ ! 

કલ્યાણી,મધુરા ,મંગલ મૂર્તિ !, જેના વિણ હરિ આધા, તે રાધા ! 
ધીરા ,ગંભીરા ,ક્ષામ્ય મૂર્તિ !,
ના કોઈ તારું નામ ઉચ્ચારે ,ના કોઈ તારું રૂપ વર્ણવે ! 
સંકેતોથી તું સમજાણી,એવી હે રાધે ! 
"બેલા"ની તું ,હરિ-મિલન મૂર્તિ ! 
                                     30 નવેમ્બર 2022
                                                5.00.પી.એમ .

स्वागत

  


आइये गणपति गजानन ,उमापति शिवजी के नंदन ,
मात गौरी की गोद  सुहावन, भक्तजनों के हे भीड़ भंजन ! 

एक दन्त चतुर्भुज सुंदर ,काँधे भुजंग उपवीत धरन ,
मूषकराज हे भय विनाशनन ,पधारिये मुज रंक  के आंगन !

कीरिट  हार शोभित रत्न कुंडल ,प्रभावी सूर्यसम प्रकाशधारण ,
जसुद-दूर्वा मोदक से रंजन,नमामि चित्तरंजन गजानन | 

,विरंचि विष्णु, शिव, करे तव  स्तवन ,निरंतर सुरासुर करे तुझे वंदन ! 
नमन तुझे वक्रतुण्ड गजकर्णन ,मुक्ति देत  लम्बोदर ,तोड़ी बंधन ! 

अनन्य भक्तिभाव से मंजुल रव , उतारे आरती,गंध-धुप संग ,
"बेला" हरषी ,पा के  तव  दर्शन, सदा रो अमिभरे  तव  नयन ! 
                                                             ११ सप्टेंबर २०२३ 
                                                                   १२। १५ दो पहर 

गंगा सागर

  


नीसरी है वो , पिता पर्वत की गॉद से ,
झरझर झरती ,कूदती ,फुदकती अल्लड  मौज से ;
छोटे मोटे  पत्थर से टकराती , इतराती नर्तन से ,
बह  चली फिर धुँआधार धोध  के रूप में --
गिरी, कंदरा से , कण कण में मेघधनु समाये ,
सुंदर ,मन लुभावन, अ प्रतीम दृश्य बनाते ;
मुनिजन देखें ब्रह्म ,हर बून्द बून्द में ,,
कविगण कविता में क्या क्या चित्र बनाये ! 

सरती चली ,अन्य सहेलियों के संग में ,
दौड़ी कलकल करती ,औ " लिपटी धरती माँ की गॉद  में ;
ओढी चुनरिया पत्र-पुष्प, पूजन के शृंगार से ,
चली रुणझुणती , शर्मीली अभिसारिका उमंग से | 

समा गई , प्रियतम सागर की उत्स्फुरित लहरों में ,
देख "बेला" हरषी ,पवित्र पावन गंगा सागर के मिलन से | 
                                                       १४ ऑगस्ट २०२३ 
३. ०० ए  ऍम