ગગને ઊંડું હું ,લહકે લહેકે ચેહકું હું ,
ઓ ઘટાઘન વાદળ, ન આવજો પાસ;
કે , પાંખો પલળે ને સરકી પડું હું ,
ખોઈ બેસું વાટ , ને ભટકી પડું હું .
એક અગોચર ઈજન સુણું છું હું ,
મારે નયને શામળો આંજું છું હું ;
સૂરજ ,ના તપતા આકરા ,કે ,
પાંખો બાળી ,રહું ઝૂરતી હું .
અનહદમાં રહી ,પ્રેમવાણી ઊચરું હું ,
ઊડવા દે ,તો ,ત્રણે લોકમાં ફરું હું ;
ઊડી , "એ"ને દ્વાર પહોંચું હું ,
વાલમજીને ચાંચથી :બેલા"ફૂલ ધરું હું .
17/4/2024 (રામનવમી )
5.15 પી એમ
No comments:
Post a Comment