વહ્યા વર્ષો, હવા સાથે ,
વહયા વર્ષો, તુફાં સાથે ;
વહયા વર્ષો,આંધી સાથે,
વહયા વહયા બસ વહયા જ !
ક્યારેક ઊડ્યાં ખુશ્બૂ સાથે ,
ક્યારેક રડ્યાં તોફાનો સાથે;
ક્યારેક ઝઝૂમ્યાં આંધી સાથે,
વહયા વર્ષો ખેલતાં ભવસાગર સાથે !
લડી, નાવડી થાકી,મઝધાર સાથે,
છોડી હલેસાં , બેઠી, વિશ્વાસ સાથે ;
આવશે શામળો ,એક સ્મિત સાથે,
તારશે નાવ, સાહીને હાથ, હાથ સાથે !
ખીલશે "બેલા", આનંદી મહેક સાથે ,
ફેલાવશે ફોરम શાંત અનિલ સાથે !
8 નવેમ્બર 2023 \4.25 પી એમ
No comments:
Post a Comment