Pages

એક અરજ,

  


 બિનતી સુનો નાથ મોરી ,કભી દૈન્ય ના કરો જિંદગી મોરી ,
અનાયાસ હી ખીંચ લેના ડોરી , સદા સ્મરણોં મેં રહના મોરી .
                                                       1/5/2024 
                                                        10.00 એ એમ 

સાખી

  


હે ----- શ્યામસુંદર તનનન્ન, માથે મોરમુકુટ ધરન  નંદ જશોદાનંદન,વ્રજજન કે મનરંજન 
ગોપિયાં કે ચિત્તહરન , "બેલા" સ્પર્શે તવ ચરન ,રહે કૃપા હે મુરલીધરન ,
    બિનતી કરત લે કે તેરી શરન .
                                                          1/5/2024 
                                                            10.00 એ એમ

રાગ મધુવંતી ઉપર આધારિત (કહે માન કરો )

 


કાન્હા , અબ તો સુનો ... અરજ મોરી 
બહોત દિનન સે બિનતી  કરત હું ...
અબ તો આ...ઓ મેરા હાથ ધરો.... કાન્હા ...

બંસીવટ પર રા---સ રચા--યો--
એક એક ગોપી સંગ રૂપ સજાયો 
"બેલા "અભાગિન,તરસ રહ્યો... કાન્હા...
                               6/5/2024 
                                  5.30. એ એમ 

પ્રભુ અને વિભુ

  


પ્ર =પાલનહાર ભુ =જીવ-સર્વ ભૂતો 
વિભુ=પ્રકાશ , જ્ઞાન, ઉજ્જવળ કરનાર , પ્રકાશમય 
ભુ = જીવ -સર્વભૂતો  
પ્રભુ પ્રાણનાથ =અંતર્યામી 
વિભુ =મન બુદ્ધિને જ્ઞાન વડે ઉજાળનાર 

તું જ મારો પ્રભુ  , તું જ મારો વિભુ  ,
શ્વાસ બનીને શ્વસે , તુજ રમતે રમું ;
તારા ઈશારે જ  દોડું ,હસું,ને રડું ,
આ "બેલા"ને મહેકાવે તો મહેંકું ,
ફૂલ ખેરવી લે ,તો ,ઊભું  ,બની ઠુંઠુ ! 

તું જ મારો પ્રભુ, તું જ મારો વિભુ ! 
                          13 /6 /2023 
                               5.45 એ એમ 

ઉડ્ડયન

  


ગગને ઊંડું  હું  ,લહકે લહેકે ચેહકું હું ,
ઓ ઘટાઘન વાદળ, ન આવજો પાસ;
કે , પાંખો પલળે  ને સરકી પડું હું ,
ખોઈ બેસું વાટ , ને ભટકી પડું હું .

એક અગોચર ઈજન  સુણું  છું હું ,
મારે નયને શામળો આંજું છું હું ;
સૂરજ ,ના તપતા આકરા ,કે ,
પાંખો બાળી ,રહું ઝૂરતી હું .

અનહદમાં રહી ,પ્રેમવાણી ઊચરું હું ,
ઊડવા  દે ,તો ,ત્રણે લોકમાં ફરું હું ;
ઊડી , "એ"ને દ્વાર પહોંચું હું ,
વાલમજીને ચાંચથી :બેલા"ફૂલ ધરું હું .
                                 17/4/2024 (રામનવમી )
                                    5.15 પી એમ 

राग गौड़ सारंग पर आधारित

   


कान्हा! .. बिलख बिलख बीती रतियाँ (२)
चैन -न आवे.... जिया घभराये 
कब घड़ी पाए मिलनवा--- कान्हा। .... 

नैना-- बरसे , मनवा तरसे (२) 
डार  रही बिजुरिया, कब हटे -
गहन बदरिया, कांपे बेला बगिया -- कान्हा... 
                                        १७/३/२०२४ 
                                             ५. ए  एम्

कान्हा--- बरसन लागि मोरी अखियां (२)
तुम बिन चैन न आवे पिया ,तड़प  रही दिन-रैना। .....बरसन लागि 

बिरहा सतावे-- मन तडपावे ,उन बिन लागे न जिया 
कोई भेज संदेसवा..बरसन लागि मोरी अखियां 
                                              १७/३/२०२४ 
                                                   ७. ए  एम् 

कानजी -विरह

  


ये दिल बेचारा , नसीब का मारा ,
भटके यादों के बन में बन के बे-सहारा | 

पल पल छलके अंसुवन की धारा ,
सूना  पड़ा है तेरे बिन , जमना के किनारा ;
छोड़ गया कान्हा , व्रज भयो बेचारा ,
बिन कंकर से अब बहे ना , मटुकी से धारा ! 

सुन न पायेंगे बंसी , अब दो बारा ,
हाय ! नसीब ! क्यों गया राधिका का दुलारा ? 

नन्द -जसोदा हुए सुन्न , गया घर का किलकारा ,
गुंग हुए बन -उपबन में भृंग का गुंजारा ! 
जला दिया बिरहाग्नि में "बेला" का संसार सारा ! 
बदनसीब बन गया , सदनसीब जग सारा ! | 
                                   २५/११/२०२३ ३. इ एम्. 

अपनाया

  


जिंदगी में जो मिला, ख़ुशी से अपना लिया ,
हर लम्हा, हमने तो हंस के बीता दिया ;
बरबादियों  को जश्न में तब्दिल  कर  दिया ,
खुशियों को मधुर मुस्कान से औरों में फैला दिया | 
ख़ुदा  , शुक्र है तेरा ,इबादत का तो मौक़ा दिया ! 
वरना  भूल जाते , कि , कौन  किस का है ख़ुदा  ! ! 
                                          ???

શાશ્વતી શાંતિ

   


જિન્દગી ! તું કેટલી પુરપાટ વહી ગઈ ?! 
મન અને બુદ્ધિ, પાછળ  ગયાં રહી .
હજી તો શરૂઆત થઇ સમજવાની;
આ દુનિયાને અને માનવો દુન્યવી ! 
ત્યાં તો જીવન-વસંત ગઈ વહી ! 
અને ઋતુ આવી "બેલા"ની પાનખરની ! ! 
પીળાં  પાંદે  ઝૂલતી વિસામતિ ડાળી, 
લહેરે , સુણે , આગળ, અગોચર કોઈ વાણી ! 
જિન્દગી  ! સાથ દે , ડગ ભરવા એ ભણી ,
તો પામી શકું , ત્યાં શાંતિ શાશ્વતી ! ! ! 
                                       15/4/2023 7.40 એ.એમ 

જોગીને

  


અંગે ભસ્મ ચોળી લે જોગી ! 
ચિત્તે ચાદર ઓઢી લે ;
ૐ ૐ ની ધારણા લે જોડી,
પરબ્રહ્મને પામી લે .
                            15/3/2024 
                                8.30.એ.એમ. 

જન્મ દિનની શુભેચ્છા

  


જન્મદિને, વીત્યાં  વર્ષોની બાંધી ,
આવતાં  વર્ષ સંગ ગાંઠડી ;
રૂમો-ઝૂમો, આનંદે ઉલ્લાસથી,
રૂડાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ-વેલથી .
                     13/2/2024 
                         11,30 એ.એમ. 

વસંત

  


ખીલી જુઓ વસંતે આ લતિકા ,
ખુશ્બુ ભરી "બેલા" ઝૂમે, બની હર્ષિતા .

સોનલવર્ણી સૌમ્ય રાધિકા,
સોહે ,સોનચંપા માલ ધરિકા !
આ વસંતમાં, દીસે ઉલ્લાસિતા ;
કલેજે કૃષ્ણ-પ્રેમ ધારીકા .

શ્રીઘરની  છે આરાધિકા ,
ગુંજે,કુંજે સહી કર તાલિકા ;
હરિ રીઝે, દેખી સ્વયંની પ્રેમિકા ,
હીંચાવે હિંડોળે , ચગાવી વલ્લરીકા ! ! ! 
                                13/2/2024 
                                 6.30 પી એમ .

મિલન



જીવન સરિતા સરતી  ગઈ,
અનેક નાના મોટા ખડકોથી અથડાતી ગઈ ;
આવ્યો એક નવીન વળાંક ,ને વળી ગઈ ,
સફળતાનાં ઘૂઘવતા સાગરમાં તરંગ બની મળી ગઈ .
                                              ??

દુર્ભાગી

  


ઓ મા! તું દુર્ભાગી, હું ય દુર્ભાગી !
-તારો વછૂટ્યો,માણો અધિકાર ,
હું ય વછાયો  , મારો પુત્ર અધિકાર !
-માતા, હર્ષે કરાવે  સ્તનપાન ,
બાળ રીઝે ,કરી સ્તનપાન.
- મા, દેવકી,! તેં તો સહી વેદના ,
સાત સાત બાળ આવ્યાં તેવાં વધેરાયા ! ! 
ને આઠમો હું ,આવ્યો તેવો જ વિછોડાયો !
-મા! તું દુર્ભાગી, હું ય દુર્ભાગી !
ના તું કરાવી શકી સ્તનપાન,
ના હું પામ્યો એ રસ-લ્હાણ ! 
               છતાં 
બંધને બંધાઈ રહયાં બેઉ વિણ  સંધાન ! 

સોચે "બેલા",જાણી, પરમાવતારની કરુણ  કથા ;
તો તારા ભાગ્યની તો શી રહી વિસાત ! ?
                                  20/11/2023 
                       પ્લેઈનમાં, મુંબઈ જતાં , દુબઇ .