Pages

અમર અશ્વતથામા- 2


-----રે ! આ શું કર્યું ? ! દ્રોણ પુત્ર ! ? 
-----નિદ્રાધીન પાંડવપુત્રોની હત્યા ? ! 
-----ચિંતક, વેદ વિદ્યા પારંગત ! 
-----પરમ સ્ત્યનો  ઉપાસક ! 
-----કર્ણને નિસ્પૃહતા શીખવનાર, જ્ઞાની મિત્ર ! 
-----ચિરંજીવ બિરુદી અશ્વતથામા ! ------છતાં 
-----પિતા-પુત્ર બન્ને શેકાયાં , વૈરાગ્નિમાં ? ! 
-----દ્રુપદનું વચનભંગ ,અને , 
-----યુધિષ્ઠિરનું "નરો વા કુંજરો વા "એ 
-----મહાન આત્માઓને ,આટલાં  ઝંઝોટયા ? કે ,
-----બધું ય વિસરી ગયાં  ? બદલો લેવાની લાહ્યમાં ? ! 
                           અને શું મેળવ્યું ?
-----મસ્તકની શોભા સમો મણીનો વિનાશ ! 
-----મૃત્યુથી ય વધુ દુષ્કર ; આ ,
-----સુરૂપતાનું ભયાનક મૃત્યુ ! ! 
-----તરફડતી  -વિરૂપ ,અને ,પસ -પરુથી 
-----ખદબદતી જીન્દગી ?! 
-----યુગો યુગોથી વન વન સંતાઈને જીરવાતું 
                         અમરત્વ। 
-----આ અમરત્વ ,તે વરદાન  કે શ્રાપ ?
                        શું છે ? ! ! 
                                     23\7\2019 
                                           7.15. પી,એમ, 

No comments:

Post a Comment