૧----ચૈતન્યમ પૂર્ણ આનંદમ
સ્મરામિ શ્યામ એકોત્વામ
નમામી ત્વામ ચૈતન્યમ
મોક્ષ આનંદ સાગરમ .
૨-----ધરતી અને આકાશ
એક થતાં જોયાં
સાગર અને આકાશ
ભેટી જતાં જોયાં
ક્ષિતિજે
કોણ કોનામાં ભળ્યું ,ના સુઝ્યું ;
દૂર રહી જાણે ;બે આત્મા
એક થયા !
કેટલું અગમ્ય સત્ય!!
છતાંય અસત્યનો ભાસ થતો
જુદાઈનો .
એથી જ જાણે અસત્યમાં
સત્ય છુપાઈ બેસી રહ્યું :
દેહમાં આત્મા સમું !!
૩----હું આકાશ અને તું ધરતી,મને યુગ યુગથી તું ગમતી
હું ઝૂરતો રહું વિરહમાં ,ને રડતો રહું ,તું ઝીલતી
હું ગગન બન્યો તું રેતી ,મને કણ કણથી તું ગમતી
હું ઊંચે રહું અનંતે ,તું ચરણો રહી પખાળી
હું હળવે રહી ઉતરતો. મને ક્ષિતિજ પર તું મળતી
હું એકોહમ જ્યાં તુજમાં ,તું ગંગા થઈને વહેતી .
૪-----ઘણી આવી વસંત,પતઝડ પણ વહી જશે,
પ્રિયે પ્રણય મારો,અચલિત એમ જ રહેશે .
નદી બની વહી રહે ,પૂર બને , સુકાઈ સાગર જશે;
પ્રિયે પ્રણય કિનારો બની ,અચલ એમ જ રહેશે .
આ શરીર ,યૌવને કે વૃદ્ધ થઇ, રહે કે નહી રહે ;
પ્રણયી આત્મા તો પ્રભુમય બની ,અચલ એમ જ હશે .
----------------------------------------------------------------------------------
આ મેં ક્યારેક વાંચ્યું હશે અને ઉતારી લીધું છે. :કોનું લખેલું છે તે ખબર નથી
No comments:
Post a Comment