શિવ મસ્તકેથી નીસરી, બની કલ્યાણમય પ્રવાહ .
મલિનમનને ધોવા, ધર્યું નામ, ગંગાનો પ્રેમ પ્રવાહ.
તન ભીતર પણ વહે , એક, અણદીઠો પ્રેમ પ્રવાહ .
રગ મહીં દોડે, રક્ત બની એ પ્રભુનો પ્રેમ પ્રવાહ .
અટકે તનમન કરતાં કર્મ,જો ખૂટે ખટકે એ પ્રવાહ .
રસના રટે રામ નામ, રસ અર્પે એ જ પ્રેમ પ્રવાહ .
આ જ છે ગંગાતીર્થ, બનું કૃતજ્ઞ ,પામી પ્રેમ પ્રવાહ.
"બેલા" પામે સ્નાન, મેળવી ઝાકળ બિંદુસમ પ્રવાહ .
19\4\2023
2.50 પી.એમ.
No comments:
Post a Comment