---હરિ ! તને શું કહું ? તારે હાથ મારું જીવન ,
---મોહથી કરે તું દૂર , નિરાશાથી ભગાવે મન .
---થાય અંધારું તારા થકી દૂર, પરમ-પ્રકાશે ઉજળે ઘન ,
---તુજ કૃપાએ મારું નૂર , વીણ તારે હું છું હીણ !
---સંપત્તિ કરે તુજથી દૂર,વિપત્તિ લાવે ભીતર ,
---ગણું સંપત્તિને વિપત્તિ, વિપત્તિ લાવે મનનું હુર !
---પ્રેમથી મારે ચાબુક, થયે ભૂલ, ખેંચી લગામ, ઇન્દ્રિયોને તુણ !
---ગમે તારું રૂપ,જે સોહાવે આ જીવન વેલ,
---"બેલા"ફૂલ મ્હેકે ,તુજ સંગે, રાખી તુજને ઉર !
27\12\2022
11.15 એ.એમ.
No comments:
Post a Comment