---સુખ દુ:ખ તો દેહના લેખ, એનાં તે શાં આ વલખ ?!
---માટીના શાં નિભાવવા સંગ ? રંગાને આતમને રંગ !
---એ અનંત અવિનાશી સંત, પામવા એને રાખીને ખંત !
---કડવા મીઠા ડાકલા રણંત ,છોને વગાડે જગના જંત !
---નટ તો નાચે નિજાનંદ, મેલી આઘે સઘળાં તંત !
---તારે બાગ "બેલા"વેલ ઝૂલંત, ફોરમ ફેલાવ એની ચતુરંગ !
---મીઠાં મધુર નામ રટન્ત , વળોટી જા બની ખમીરવંત !
10\04\2023
8.45 એ.એમ
No comments:
Post a Comment