3 અ
-----જન્મદાતા ! ચોર્યાસીમાં જન્મદિન આગમને ,
-----ભક્ત્યાશ્રુના અભિષેકથી ,બ્રહ્મામુરારિ ! વન્દુ આપને ;
-----શુભાશિષ વર્ષાથી તથા આરોગ્ય સંપદા અર્પીને ,
-----ધન્ય કીધી જ્યમ, ભાવિમાં ય , યાચું ,સર્વદા, ચરણે નમીને .
8.15.એ.એમ
3બ
-----ચોર્યાસીમાં જન્મવર્ષે , લખચોર્યાસીના ફેરા ટળે ,
----મુજ કર્મ સંચિત કર્મ, પ્રારબ્ધ થકી ,નવાવતાર જ્યા મળે ;
-----તુજ ભક્તિ શક્તિ ,જ્ઞાન વિપુલ, એ જીવને મળે ,
-----વધે તુજ પગથી પર પગલે પગલે, એ આશિષ મળે .
-----વન્દુ શરણભાવથી , આ જન્મનાં પાપો ટળે ,
-----હે શામળા ! "બેલા"લતા તારી, તુજ થડને વળગવા વલવલે।
25\9\2020
8.40. એ.એમ.
No comments:
Post a Comment