-----મા ! તેં મારા કાનમાં હાલરડાનું સંગીત રેડ્યું ,
-----મા ! તેં મારી પીઠ થાબડી ,તાલ-લાયનું જ્ઞાન રેડ્યું ;
-----મા ! તેં પગલીના ઠમકારે ,નર્તનને નીચોવ્ યું ,
-----મા ! તેં મારા કાલા બોલમાં શબ્દનું ભાન રેડ્યું ,
-----મા ! મેં જગતમાં ,શાળાના ગુરુઓને માન્યા ગુરુ ;
-----મા ! મેં સર્વ ઉપદેશકોને ચરણે મસ્તક ઝુકાવ્યું !
-----મા ! મેં ક્યારે ય , બાણપણે , તેં અર્પેલ યાદ ન કર્યું !
-----મા ! ઋણ ગ્રહી તારું , કરાંજલી સહ નમી , ક્ષમા હું યાચું ,
-----મા ! સદાય તારો પ્રેમભર્યો હસ્ત ,મુજ શિરે ફરતો સ્મરું ,
-----મા ! હજી ય તને મુજ પથગામી હું ગણું ;
-----મા ! તે રોપેલી "બેલા"ના ફૂલ તવ ચરણે ધરું ,
-----મા ! સદાય તુજ આશીષકર હું ઝંખી રહું !
22\4\2020
1.30. પી.એમ
No comments:
Post a Comment