Pages

ઢીંગલું


-----"હું" નામનું આ ઢીંગલું જો ને રમે એ ગમતીલું ! 
-----ન હાથ એના ,ન પગ એના ,ન કાન  છે ,ન પેટ ,
-----અલગ અલગ ભેગા થઇ ,જોને કરાવે વેઠ ! 
-----ન રૂપ છે ,ન જ્ઞાન છે ,ન સત્તા , ન વિત્ત છે ,
-----અલગ અલગ ભેગા થઇ ને જોને કરાવે વેઠ ! 
-----બધાં  મળીને રચે આ "હું" કેરું ઢીંગલું ,
-----તોયે ,જુઓ ને , કેવો અહં ધરાવે આ ઢીંગલું ! 

-----જરાવસ્થાએ છૂટે સાથ સૌનો ,ધીરે ધીરે ,
-----લથડાતે  પગે ,ધ્રૂજતે હાથે ,કાને બહેરે ,___
-----વિસ્મૃતિના વનમાં ,કેવું ફરે આ ઢીંગલું ! 
-----અંત સામે, પણ મોહને મમતા ધરે આ ઢીંગલું ! 

-----"બેલા" સમજ ,ફગાવ આ, "હું" નામનું ઢીંગલું,
-----બદલી દિશા ,અપનાવ,ઈશોપાસનાનું ઢીંગલું ! 

                                                      9\5\2020 
                                                           6.25.પી.એમ. 

No comments:

Post a Comment