વરસ્યું એનાં વિશ્રામ નહીં , ને કોરાનો કચવાટ ,
મળ્યું તેની મસ્તી નહીં ને ખૂટયાનો કકળાટ।
મન તું ભીતરને અજવાળ !
ઝંખતા ઝંખતા ઝાંખ પડી , શોધતા શોધતા સાંજ ,
જડ્યું તેને જાળવ્યું નહીં ને ખોયું તેનો ચચરાટ ,
ગાયું તે તો ગીત નહીં ,સુણ્યું નહીં સંગીત ,
અલખના જ્યારે સુર રેલાયા , સુનો હતો દરબાર !
મન તું ભીતરને અજવાળ !
No comments:
Post a Comment