-----નથી વાયરો સંગી, નથી ડોરનો સાથ,
-----મારો પતંગ બ્રહ્માણ્ડમાં ઝોલાં ખાય !
-----હરિ,! આવોને, ફીરકી ઝાલવાને ;
-----જુઓ, ઢીલ-ખેંચની રમત , રમાય !
-----પેચ લડાવે કામનાઓ ,આપી લપેટ ઝોલા માંહ્ય !
-----થર રહે ના દોર સઁયમની ,ને પતંગ જોને અટવાય !
-----કાપશે શું વાસના ?નહીં અવકાશે અંબાય ? !
-----ટુક્કલ જોડી ,ચડાવો ને હરિ !,ઉજાસ કાંઈક ફેલાય !
-----શરણે તારી આવી બેઠી ,આશ રુદિયા માંહ્ય,
-----જોજે શ્યામ ! "બેલા"ના ; પતંગ ના જાળે સપડાય !
12\1\2020
7.20.પી.એમ.
No comments:
Post a Comment