Pages

સંધાણ


---ઝીણી ઝાંઝરી ઝમકાવતી લલિત મુગ્ધા શી નમણી,
---વહી રહી છે જલ લહેરી ,સંગ ,તાને  બંસીની ,
---તાલ પુરાવે છે ,પર્ણોની સ્મિત કણી  !

---દેખો ,ઉડે ત્યાં ,અવકાશે ,પંખીઓ રચી રમ્ય આકારણી,
પતંગ બને , જેટ બને ,વળી,ધસે કાઈ તીર ભાંતિ ! 
---ખેલ પંખીઓનાં ,કલ કલ નિનાદ ઝરણાઓ ના ,
---સનસની રવ વાયુ ઝોંકા ના ,ને સ્મિત કેકારવ પર્ણો ના ,
---લોભે છે મન મારું  ને આંખો પેખે દર્શન મારા શ્યામનાં ! 
          ભૂરો સાફો ,ભૂરો ખેસ,
         મોરપિચ્છ શોભાવે વેશ 
        હોઠે વાંસળીની વેહ 
        આંખોથી વરસાવે નેહ .
---આ કુદરતની મહેફિલ ,સાંધે દોર તારી-મારી 
---ધન્ય ધન્ય હું "બેલા" મતવારિ,જાઉં તુજ પર હું વારિ વારિ 

                                                         બેલા ૩૧\૧૨\૨૦૧૫ 
                                                                       ૭.૧૫.એ.એમ. 

No comments:

Post a Comment