Pages

પેખું છું શામળા


----તુજને પેખું છું શામળા ! આ ઝરણામાં ને આ વનરાઈમાં ,
----ઊંચે આકાશના વાદળોમાં ,નીલ ગગનનાં પેટાળમાં. 
----દેખું છું ,શ્યામ ! તને કણ કણમાં ,વૃક્ષોની ઊંચી હારમાળમાં .
----આવ હે હરિ ! આવ હે મારા વ્હાલમા , બે ઘડી બેસીએ સંગાથમાં .
----ગીત છેડું તારી વેણુની સંગમાં ,ને નાચું ઝરણાની આ કલ કલમાં .
----"બેલા" બની સુગંધિત આનંદમાં ,હવે છોડું ના, તને મારા શામળા ,! 
                                                                        બેલા   ૬ ઓગસ્ટ ૨૦૧૬ 
                                                                              ૩.૩૦.એ.એમ. યું,એસ,એ ,

No comments:

Post a Comment