----ઉછળતા આ હૈયાને ક્યાં લઇ જાઉં ?
તડપતા આ દિલને ક્યાં લઇ જાઉં ?
-----------ઊર્મિઓના લોઢ ઉમટે છે ,
યાદોના પાના ઉઘડે છે ;
નરી વાસ્તવિકતા કરડે છે ,
આ એકલતાને ક્યાં લઇ જાઉં ?
તડપતા આ દિલને ક્યાં લઇ જાઉં ?
થયું શુષ્ક આ જીવન છે ,
નથી પ્યારનું કોઈ વિજન છે ;
નથી સૂર તાલ ,ના કોઈ નર્તન છે .
"બેલા" તારી સુક્કી ફોરમ ક્યાં લઇ જાઉં ?
તડપતા આ દિલને ક્યાં લઇ જાઉં ?
બેલા ૬ ઓગસ્ટ ૨૦૧૬
૩.૫૫.એ.એમ. યું.એસ.એ.
No comments:
Post a Comment