બાળ રમે પતા ,કોડી , કેરમ ને લખોટી ,
હુતુતુતુ, ખો ,સાંકળી ને રમે સંતાકૂકડી ;
રમત રમતાં આનંદે , ભેળાં સહુ ખેલાડી ,
રમતમાં જો લે અંચાઈ, તો તે બની જાય અનાડી !
મહાભારતનું મંડાણ થયું, અંચાઇના પાસાથી,
ધર્મરાજ પણ રમત-નશામાં બન્યા મોટા ભારાડી !
રમત, રમત રહે તો ,સાચો એ આનંદી;
" બેલા " વિચારે ,
રમત-ગમતમાં મમત ભળી તો ,તે બની જાય જુગારી ! ! !
27/4/2022
9.34 એ.એમ.

No comments:
Post a Comment