Pages

ઘડો

 

ઘડો કહે ,"મારી વાત શું કરું ?
મને ખોદી, ખૂંદી, ચોળીને ચાકડે ચડાવી ;
ચાકડે ઘુમાવી,ને ઘટનો આકાર પામી ,
નિભાડે તપી, અને બજારે મુકાઈ ,
ટકોરે ટકોરે અંગમાં દર્દથી ચટકાઈ ;
બોદી બોલી તો ,અણગમતી કરાઈ .
કડક ટકોરે , કરી, ઇંઢોણીથી સગાઈ !

જ્યારે પનિહારી નીસરી ,લટકતી ચાલે ,
પનઘટ થયું , ગોકુલ-વનરાવનની ધારે ;
જળ વિના શું કામનો ?ખાલી ઘડો વિચારે ,
ભર્યો ઘડો મલકાય, આનંદ મનમાં ધરે .
                     પણ 
હજી યે ઘડો વિચારે,શાને મારાં ઘાટ ઘડયાં?
શાને હજી યે હું છેટે ? ! "
ખાલી કે ભરેલો ?, એ અગમ ચાવી ઈચ્છે,
સંસાર-સાગર તરવાને ખાલી થઈને વહેવું,
"બેલા", શ્યામસુંદરના સ્મરણમાં, આનંદે વિહરવું .
                                          5/11/2010
                                             2.30પી.એમ.

No comments:

Post a Comment