ચિત્ત રે ચોડી સહુ કારજ કરજો,
મન-પ્રાણ જોડી મારું નામ જ રટજો
અસતકર્મના જાળાં નવ ગૂંથજો ,
સત કર્મના બસ કુવા જ ગાળજો .
દાન તપની નિષ્ઠા જ ધરજો ,
સમભાવ અદ્વેષનાં યજ્ઞ જ કરજો ;
સદાચારની વેલી જ વાવજો ,
"બેલા" સમ સુવાસ રેલાવજો .
ફોરમ પુરા બ્રહ્મમાન્ડમાં ફેલાવજો ,
ને, હરીદ્વારે આનંદે સિધાવજો ;
કહ્યું કૃષ્ણનું આ નકકી જ કરજો ,
કૂંચ મોક્ષની કાળજે કોતરજો .
13\1\2022 6.10 .એ.એમ .
No comments:
Post a Comment