કોઈએ પૂછ્યું , મુખ દીપનું કઈ દિશાએ ?
ને મુખ પ્રભુનું કઈ દિશાએ ?
દીવો તો ઝગે છે સર્વ દિશાએ ,
અંધકારમાં જ્યોતિ સર્વત્ર પ્રકાશ ફેલાવે ;
વિણ ભેદ, સહુ, દસે દિશાએ
તેજ સમાયું એનું અંદર , વાટે .
પ્રભુની વિભુ પ્રસરે , એમ જ , સર્વ દિશાએ ,
રાય , રંક કે સર્વ વર્ણને, તેજથી ઉભારે .
ઠેલી , મેલી સમજણ, અને અંતરના અંધકારને ઉજાળે .
ઝૂમે આનંદે, ગ્રહી ઉજાસ, ઉરમાં ભરે .
મુખ કઈ તરફ, દીપનું કે પ્રભુનું , ના બેઉ વિચારે ;
ને "બેલા" દીપ અને પ્રભુને સાષ્ટાન્ગ નમે .
30\12\2021
No comments:
Post a Comment