ઉંબરે ઉભી હું તો , લઈને વરમાળ રે ,
આવો, હે ભવના ભરથાર રે .
ઓઢાડો ભક્તિની લાલ ચૂંદડી, ને ,
પૂરો જ્ઞાનનું સિંદૂર રે ,
મનનાં દીવાને આપી જ્યોત , અને ,
તેજ ભરી એને પ્રગટાવ રે .
પ્રેમનો કરી હસ્તમેળાપ , ને ,
પાલખી વ્હાલે ઉઠાવ રે ;
"બેલા"ના ફૂલથી શણગારી વેલને ,
ને પોંખણાની વાટે ઉભી , ખુલ્લે કમાડ રે .
7\11\2021
2.50. પી એમ
No comments:
Post a Comment