દરજીડો તો માળો સીવે ,સુગરી માળો ડોલાવે ,
ચકલી તરણામાં કાપૂસ ભેળવે ,ને કીડી દાણો દરમાં તાણે !
ક્યાંથી આવી આ બુદ્ધિ ,ને ક્યાંથી આવી આ આવડત ?!
સોચ જરા, ઓ માનવી ,! ના સમજ સ્વને સર્વોચ્ચ !
ના કર આશ્ચ્રય એનું . સમજ પરમાત્માનું શાસ્ત્ર ,
સર્વોચ્ચ તો "એ ' જ નિયતકર્તા ,ને "એનું" જ એ કર્તૃત્વ .
"બેલા" ઝૂમે આનંદે , ને , શ્વસે , અનુભવી ,પ્રકટ-અપ્રકટ સત્ય ;
ઝૂલે, પંખીગણના માળા સહિત , ને વાંછે, બ્રહ્મનાદ શાંત સુરમ્ય !
2\8\2021
11.00 એ.એમ
No comments:
Post a Comment