ભટકતા એક પ્રવાસીને રસ્તે મળી એક આનંદી બેઠક ,
જઈને જોયું , સુણ્યું ,ને મનને ભાવિ ગઈ એ બેઠક ;
અનુભવી વાણી , અને મન્તવ્યો , સુઝાવથી ભરી ભરી બેઠક ,
અને ,પ્રવાસીએ પણ ધીરે રહીને જમાવી ત્યાં બેઠક .
ભાખોડિયા ભરવા જેવું લાગે એને , તો ય પગલાં ભરવા ઉત્સુક,
પ્રવાસીએ ઝુકાવ્યું, એને સમાવ્યું પ્રેમથી ,એવી આ બેઠક ;
સૌએ ,હસતાં બોલથી ,તાળી દેતાં , ખીલવી દેતાં આ બેઠક ,
ચમ્પા ચમેલી ગુલાબ, "બેલા"ની મ્હેકથી મહરકાવી દેતાં આ બેઠક .
વાચિક્મ બેઠક-બાગના સર્વે સુગંધી પુષ્પોએ, જેની લહેર સમાવી લીધી છે;
એ પુષ્પ- વિરબાળા "બેલા" તરફથી આ નાનકડી કળી .
7\7\2021
1.30 પી.એમ.
No comments:
Post a Comment