-----ખેસડીયા લહેરાય , મારા શામળા રે ,
-----નીલે ખેસ ,ટપકીઓ લહેરાય મારા શામળા રે ;
-----ધવલ અંબર રૂપેરી પટ્ટે સોહાય , મારા શામળા રે ,
-----તિલક સોહે ભાલ ,ગલે બૈજંતી માલ, મારા શામળા રે ;
-----હોઠે મુરલિયા મધમીઠી વાય , મારા શામળા રે ,
-----કંકણ હસ્તે ,પાયે નૂપુર ઝંકાર , મારા શામળા રે ;
-----ધન ધન મુજ આ પરભાત , મારા શામળા રે ,
----- કરું આરતી, લઇ "બેલા"નો થાળ, મારા શામળા રે.
11\7\2020
8.00 એ.એમ.
No comments:
Post a Comment