-----હરિ પછવાડે માત યશોદા દોડયા ,
-----હાથ દંડ ને દોર છે થામ્યા ;
-----અહંકાર માત મિષનો, ને અજ્ઞાન ઈશના ધાર્યાં ,
-----હરિ આગળને પાછળ માત યશોદાજાય દોડ્યા દોડયા .
-----થાકી હારી ,દંડ-દોર જયાં ફેંક્યાં ,
-----તુરત હરિ સામેથી આવે ત્યાં દોડયા !
-----અહં આસક્તિનાં વળગણ જ્યા છૂટયાં ;
-----ત્યાં જ તો હરિ પ્રેમ-ભક્તિ થી સંમોહાયા !
-----માખણચોર ,જે હરિ કહેવાતાં ,તે
-----કન્હૈયાને ખાંડણિયે છે બાંધ્યા !
-----લીલા કરી બધી, ખેંચી ખાંડણિયા ,
-----નળ-મણિગ્રીવને શાપથી તાર્યા ;
-----જય જયકાર ગોપી સંગ "બેલા" ,
-----વધાવે બાલકૃષ્ણ ,જે "દામોદર " કહેવાયા ! !
9\7\2020
2.20,પી.એમ.
No comments:
Post a Comment