Pages

કાનુડો -ભેદી? કે અજાણ ?


-----કાનુડા ! તને જાણવો તે શી રીતે ?!
-----ગોકુળનો ગોવાળિયો કે જગતનિયંતા રૂપે ? !
-----ગોપીઓના કન્હૈયા રૂપે કે મથુરા નરેશ સ્વરૂપે ? ! 
-----કહેવાવ  દ્વારકાનાથ,પણ, બેસે, ઉગ્રસેન, સિંહાસને ! 
-----ક્ષાત્રિય છોડ્યું જ.ન્મ ધરીને ,ને જીવ્યા ગોકુળના  ગોપ બનીને ! 
-----છોડ્યું  ગોકુળ , છોડી પ્રિય રાધા,ને છોડ્યું મથુરાને ;
-----વસ્યા  દ્વારિકા અને ભમ્યા લોક સંગાથે ! 
-----નિષ્કામી કર્મી બની ,સૌ કર્મ કર્યાં  સાક્ષભાવે ! 
-----અર્પવાની જ વૃત્તિ, અને સંતોષ હૈયે રાજે .
-----વિષપાન ,પ્રત્યક્ષ કર્યું, જટાધર શીવજીએ ;
-----તેં  તો ગળ્યાં ઝેર વાક્બાણનાં , ! પ્રત્યેક મિષે ! 
-----અંતર-વેદના સમાવી, માંહ્યના  ઊંડાણે ;
-----ને પ્રેમ-લ્હાણ કરી છુટ્ટે હાથે। 
-----મહાપ્રજ્ઞ ,પણ, ગુરુ નહીં ,તું પૂજાય પૂર્ણ ભક્તિભાવે ,
-----મીરા, નરસિંહ ને વૈષ્ણવજન હુલાવી લાડ લડાવે ! 

તારો શામળો તો રળિયામણો , છોડ "બેલા" તર્ક-વિતર્કને ;
-----અને મહેકાવી દે , આંતરમન "એ"નું 
------તારી પ્રેમભરી સુગંધે ! 
                                              19\7\2020 
                                                  3.30.પી.એમ. 

No comments:

Post a Comment