----- સુમન ધર્યાં મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----સુમન સાથે કર્યું ,સુ-મન મારા મનને
-----નમન કર્યાં ,મેં પ્રભુ ! તવ ચરણે ,
-----પૂર્ણ ભાવે ન-મન કર્યું મારા મનને .
-----કૃતાંજલિ ભરી, વંદન કર્યાં મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----નિભાવવા વફાદારીથી ,આ જીવને .
----મસ્તક ઝુકાવ્યું મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----જ્ઞાન સમાવી પામું ,પરમ સિદ્ધિને .
-----પ્રણામ કર્યાં મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----પ્રામાણિક રહી કરીશ, હર કર્મને .
-----ભક્તિ ભર્યું હૃદય ધર્યું પ્રભુ ! તવ ચરણે ,
-----પામીશ તુજ આશિષ ,આ ધર્મ નિભાવીને।
-----ધર ,તુજ કુસુમ સુગંધી, પ્રભુ ચરણે ,
-----"બેલા" ! સમજી ,આ , આંતર-તત્વને।
-----કર વંદન સુ-મન ,ન-મન ધરી ,પ્રભુ ચરણે ,
-----રાખી સંગ ,કર્મ, જ્ઞાન અને ભક્તિને .
30\3\2020
4.40.પી.એમ.
No comments:
Post a Comment