-----પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ
-----શું વિસર્યાં હરિ , આ માગેલ વરને ? !
-----ખાંડવવન દહને મેળવેલ જે , ઇન્દ્ર કને ? !
-----હરેક પાર્થ આજ ટળવળે ,જો ને ,
-----મથે ,હરાવવા ,જૈવિકયુદ્ધના આ વિષાણુ સૈન્યને !
-----શું પ્રીતિ શાશ્વતી ના રહી હરિ ! ? કહે ને ;
-----શેં રચ્યું છે આ , અવનવા રણમેદાનને ? ! !
-----કોણ સમજી શક્યું છે , તુજ નિગુઢ કર્મને ! ?
-----તારી પ્રીતિ , તારી સહાય , કે તારા અકળ ધર્મને ! ?
-----"બેલા" બેઠી ,હાથ અને ઝોળી ફેલાવીને ,
-----ઝીલવા , તારી ,પાર્થ વિશેની શાશ્વતી પ્રીતિને !
--------પાર્થ =પૃથ પુત્ર
--------પૃથા =પૃથ્વી , તેથી દરેક પૃથ્વીબાળ છે પાર્થ।
7\4\2020
5.25 પી.એમ.
No comments:
Post a Comment