-----મારો મનનો માનેલો મોરલો
-----ખેલે કેવાં તું ખેલ ખેલંદો !
-----મારી જીવન વાડીનો ક્યારો ,એમાં તું ફૂલ બનીને ફાલ્યો ,
-----જીવન સાથે વણાઈ ગયો ને ,અંતર સાથે સંધાયો;
-----------------મારો બીજી ઉઠ્યો એકતારો !
-----ક્યારે છુપાય ને ક્યારે દીસંતો ,સંતાકૂકડી તું રમતો ,
-----તાળી દઈને દોડાવતો, ને, થપ્પો દઈ છુપાતો ;
------------------મને કેવાં નાચ નચવતો !
-----"બેલા"એ લંબાવી ડાળીઓ ને,એની સાંકળે તુજને બાંધ્યો,
-----જોઉં હવે કેવો છટકીને ભાગે ,ચારેકોરથી અંટાણો ;
-------------------હવે છૂટે ના આ સથવારો !
-------મારો મનનો માણેલો મોરલો
-------ખેલે કેવાં તું ખેલ ખેલંદો !
12\4\2020
4.30. પી.એમ.
No comments:
Post a Comment