Pages

સુખ-દુ:ખ ---અનુસંધાન


 દુ:ખ,એ સુખનું ઉદ્દભવસ્થાન,બીજ છે.
જો દુ:ખની અનુભૂતિ ન હોય તો સુખનો આનંદ માણી  શકાતો નથી.
વળી ,આપણે જીવનમાં દુ:ખથી ટેવાઈ ગયાં છીએ.
નાનાં -મોટાં દુ:ખ તો હસતાં  રમતાં  વેઠી લઈએ  છીએ, અને મોટ્ટી આપત્તિ આવી પડે તો ડટીને સામનો કરીયે, અંતે એ દૂર થયા પછી થોડા સમયમાં એને ભૂલી પણ જઇયે છીએ.

ક્યારેક યાદ વાગોળતાં  એને યાદ કરી  લઈએ.આપણે દુઃખની સાથે જ જીવન જીવીયે છીએ
કિન્તુ જો સુખ ,અચાનક આવી પડે તો જીરવવું અઘરું પડે છે.
દા.ત.કોઈકને મોટી રકમ વારસામાં કે લોટરીમાં મળે તો આનંદમાં જ એનું હૃદય બેસી જાય છે.
એ સુખ એ વ્યક્તિ જીરવી નથી શકતી.
ગીતામાં; અર્જુને શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરુપ  જોયું.એ એને માટે અચાનક આવી પડેલો વૈભવ હતો.
ભલે એણે  એ દર્શન માગ્યું હતું છતાં ય અર્જુન એ દર્શન વધુ સમય જીરવી ના શક્યો તેથી થોડી જ ક્ષણોમાં એણે  કહી દીધું ,"બસ, વિરમી જાવ, મારાથી વધુ જોવું સહન નહીં થાય"

"ઘણી વખત ,આપણે ,પરમ આનંદ  મળે ત્યારે ઈશ્વેરને કહીયે છીએ ;" બસ, પ્રભુ , વધારે સુખ ના આપશો, નહીં જીરવાય ; નજર લાગશે"
માટે જ ઈશ્વર સુખ કટકે કટકે જ આપે છે. વચ્ચે વચ્ચે દુ:ખને મોકલે છે.જ્યારે જ્યારે દુ:ખથી કાયર થઈને પ્રભુને  આરાધીયે છીએ ત્યારે થોડુંક સુખ- સુખનો કટકો -આપણને આપે છે જે જીરવાય પણ છે અને એનો આનંદ પણ લેવાય છે. માટે જ મસ્તીથી જીવવું। દુ:ખ તો અપના સાથી હૈ ,દુ:ખ તો આતા જાતા હૈ.
                                                                                                                                                 21 માર્ચ 2018
                                                                                                                                                 10.15 એ.એમ. યુ,એસ.એ.

એક-બે સંગ્રહ
1-----સુખ કદી, કોઈને  આવીને સામું મળતું નથી ,
------દુ:ખ પણ કારણ વગર નકામું મળતું નથી ,
------હું નીકળ્યો સુખની શોધમાં ;-
------રસ્તે ઊભાં  દુ:ખો  બોલ્યા ,
------"અમને સાથે  લીધા વગર,કોઈને ,
-----સુખનું સરનામું મળતું નથી ,"
2-----દુઃખમાં તમારી એક આંગળી આંસુ લૂછે છે
                               અને
------સુખમાં દસે આંગળીઓ  તાળી વગાડે છે।
------જયારે  પોતાનું શરીર જ આવું કરે છે ;
                               તો
-----દુનિયાથી અપેક્ષા કેમ ?

No comments:

Post a Comment