ગોકુળમાં હવે એક જ ઋતુ,
પાનખરની !
શ્યામ સિધાવ્યા મથુરા ,ને,
ગોકુલ ગામ થયું ભેંકાર .
વર્ષોનાં વા'ણા વાયા , ને ,
એક દિ' ઓધાજી આવ્યાં .
પાન ખરી કુંજમાં
સુક્કા ભંઠ મનડા સાથે
રાધાજી મગ્ન ચિતરવામાં .
જોઈ ,ઓધાજી ઓચર્યા;
"ચરણ ક્યાં કૃષણનાં?"
પીતમુખી રાધાજી વદ્યા :-
"ચરણ હોય તો મારો કાં'ન
વહ્યો જાય.
નાં હોય તો સામેથી હટે જ નહી ને ?!"
"સામે તે કાંઠે ઊભો તારો કાનુડો "
સુણી દોડી રાધા ઘેલી.
પણ
બે કિનારા કદિ ય મળે છે ?
કે
રાધાનું મિલન થાય કાં'ન સંગે ?
ફરી ખરેલા પાનનો કચુડાટ.
ફરી વળ્યો ગોકુળમાં .
બેલા\૧૯\૭\૨૦૧૩.
૧૧.૨૫ \થાઈલેન્ડ \૧૦૨૫ ઈન્ડીયા
No comments:
Post a Comment