સીતે!તું ધરતીની પુત્રી !
એ ધરતીની પુત્રી :
જે પોતાની છાતી પર
માનવને ખેલવા દે ,પશુને દોડવા દે ,
યુદ્ધમાં તો પડ ચિરાઈ જાય-
યુદ્ધ-વીરોના અશ્વો-ગજોની દોડાદોડીથી .
અને
તો યે ધરતી બધું ય ખમે ;ધીરતાથી .
એ ધરતી
એ ધીરતા તારામાં ઉતારી,સીતે !
તેં વનવાસ સહ્યો,તારાં આર્યપુત્ર સંગે ;
તેં વિયોગ સહ્યો અશોક વનમાં ;
તેં અગ્નિ-પરીક્ષા આપી ;
છતાં ય
રજક્ના મહેણાંથી સહ્યો વનવાસ ફરી !
અને
અંતે , પુત્રોએ રણવાસની જાજમ પાથરી ,
ત્યારે
પતિની હ્ઠ સામે નિરુપાય થઇ
પાછી ધરતી માં સમાઈ !.
પરંતુ
હું અને બહેન શ્રુતિ તો
ધરતીની પુત્રીઓ નહોતાં
તો યે
અમે પણ શાને ધખ્યાં ?
તપ્યાં?ચિરાયા ?અમારાં આર્યપુત્રોથી?
અમને શાને એકાંત-વાસ ?!!
અમને પૂછ્યા કે જણાવ્યા વગર જ
વનવાસ કે કુટિર-વાસનો નિર્ણય?!
બંધુપ્રેમ અને રાજ્ય-ધર્મ સામે
પતિ ધર્મ શાને વિસરાયો ?!!
રાજ-કુળમાં પત્નીનું અસ્તિત્વ,-મહત્વ શું ?
સીતે ! કહો મને .
બેલા\૧૮\૯\૨૦૧૩.
૮.૧૫.એ.એમ.
No comments:
Post a Comment