Pages

શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક




     









શ્રી કૃષ્ણનું જન્મ-સ્થળ કારાગાર !
     શ્રી કૃષ્ણનો જન્મ સમય મધ્ય રાત્રી !

 આ બન્ને વસ્તુ શું સૂચવે છે ?
 એમાં ગંભીર અર્થ સમાયેલો છે.

 જીવ આ ભૌતિક ભૂમિ પર આવે છે,અવતરે છે,તે ભૂમિ જીવ માટે કારાગાર છે.જીવે તો પરમ-તત્વને પામવા ઊંચા,બૌધિક અને આધ્યાત્મિક રીતે ઉડવાનું છે.જીવ આ ભૌતિક જીવનમાં સગાં-સંબંધીઓની સાંકળની બેડીથી બંધાયેલો થઇ જાય છે.દુનિયા કારાગાર અને માં-બાપ,ભાઈ-બહેન ,પત્ની-બાળકો વિગેરેના સંબંધોની સાંકળથી બનેલી બેડી વડે જીવ બંધાય છે .

   મધ્ય રાત્રી એ ભવ-સાગરની મઝધાર છે.અંધારાથી વીંટળાયેલી-અજ્ઞાનના અંધારાથી વીંટળાયેલી એ રાત્રીમાંથી પસાર થઇ જ્ઞાનનાં તેજ તરફ જવા સંબંધોની બેડી તોડી કારાગાર માંથી  બહાર આવવાનું છે .

    આ પછી યમુના પાર કરતાં સમજાવે છે.:માયાથી પર બની યમુનારુપી ભવ-સાગર (મધ્ય-રાત્રીનો અંધકાર )પાર કરવા પ્રયત્ન કરશો તો શેષ-શાયી  શેષને-  ફણીધરને-  મદદ માટે મોકલશે અને એ .વિટંબણાઓમા છત્ર ધરશે.

   નદી,ભવસાગર પાર કરી ગોકુળમાં, પરમ આનંદમાં જીવશો.
  જે જીવ આ સમજ્યો તે જીવનો ઉદ્ધાર નક્કી જ છે .

અસ્તુ .                                            


 બેલા\૭\૯\૨૦૧૩ 
  ૧૨.૩૦.પી.એમ. 

No comments:

Post a Comment