નાભીનાળથી નોખા પડતાં થયેલી
પીડાની તો કોઈ સ્મૃતિ નથી
હોતી ચિત્તમાં--
પરંતુ-
-
તો પછી કો'ક્ નાતો તૂટ્યાની
વેદનાની કળ
કેમ વળતી નથી સ્મૃતિને?
રેખા સરવૈયા
અખંડ આનંદ ઓક્ટો. ૨૦૦૬