કોઈને ખરખરો કરવો છે.
ને કોઈને લાગણીનો મુગટ
પહેરવો છે.
શેનો ખરખરો કરશું બોલો,
ને કઈ ભીની લાગણીનો મુગટ
પહેરીશું?
મને સમજાવો કોઈ,જગતની આ
મિલાવટને ,
એકને એક વાતે ખરખરો થાય
બીજાને મન એ મુગટ થાય!
‘બેલા’ પવનમાં ડોલી,ધીરેથી
બોલી.
ચિત્તના ચાકડા ઉપર બુદ્ધિનો
ઘટ ફૂટ્યો,
કરો ખરખરો એનો .અને ,
કિરતાર જગતનો હાથ લંબાવે,
તો,
એ લાગણીભીનો મુગટ પહેરો.
બેલા/૬/નવેમ્બેર/૨૦૧૧
/સવારે-૬.૪૦
No comments:
Post a Comment