ચાલ મન!
વૃક્ષ કદાચ એમ પણ કહે----
“મને પહેલાં ચા-પાણી પાવ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે---
“કોઈ સરસ જગ્યાએ મને ઘર
બંધાવી આપો
પછી જ ટહુકો કરું “
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો
નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે
લાંચ ના આપવી પડે!
સંગ્રહ.
No comments:
Post a Comment