મળ્યાં તોયે શું ,
નહીં મળ્યાં તોયે શું?
આજ તો આ આંખને સમજાવી લીધી એકવાર
સ્વપ્નો હવે જો નહીં ફળ્યાં તોયે શું?
અહી સ્મૃતિના કયાંય પણ રે! સળ નથી .
ચરણો હવે માની ગયા છે:
ઘર જેવું કોઈ સુંદર સ્થળ નથી.
સાંજ આ સંબંધની એવી પડી
તેજ સૂરજનાં ઢળ્યાં ન ઢળ્યાં તોયે શું?
નામ સાંભળતાં કશું નહીં થાય :હવે એ દંતકથા
ફૂલમાં દેખાય નહીં ચહેરો -નથી એની વ્યથા
કોયલ તણો અહી કયાંય પણ ટહુકો નથી
વન હવે સળગ્યાં ન સળગ્યાં તોય શું.
બેલા સંગ્રહ-૫
No comments:
Post a Comment