ભવ-જગતમાંથી
તારા
ભાવ-જગતમાં
આવ વાનો મારગ બતાવ
હે કૃષ્ણ !
તમરાંના તમ્કારાથી
તારી
વાંસળીના સૂરમાં
વહેવાનો મારગ બતાવ
હે મુરલીધર!
સંસારની વાડીમાંથી
તારા
મધુવનના બાગમાં
સૌરભ માણવાનો
મારગ બતાવ
હે કુંજ-વિહારી!
ફૂલોની માળા સંગે
તારા હ્રદય ઉપર રમવાનો
'બેલા'ને મારગ બતાવ
હે મનહારી!
બેલા/૨૨-octo .૨૦૧૧
૮.૩૦.સવારે.યુ .એસ .એ
No comments:
Post a Comment