કૌશલ્યા અને કૈકેયી, જનની રામ- ભરતની ,
કૌશલ્ય બાળ રામની ,કૈકેયી બાળ ભરતની .
વહાવે ધારા સ્નેહની ,વાંછના પુત્રોના ઉતકર્ષની ,
વાંછના રાજ્યના ઉતકર્ષની ,હટાવવા , નિબિડતા અસુરવનની !
દ્રષ્ટા કૈકેયી બની દુષ્ટા ,ભોગવી દુજી પ્રસવ વેદના ;(ભગવાન રામના જન્મની )
માગ્યા વર, વનવાસ રામના ,અને ભરતના રાજ્યાસનના !
રામ જો ન બનત વનવાસી ,
અરણ્યો ને યજ્ઞો રહેત ત્રાસી,
અસુરગણ કરતા રહેત રહેંસી !
જન અસમાનતા રહેત ફાલતી .
પીધી કટોરી, કટુ-ધિક્કારવચનના વિષની !
જગતની તેમ જ ભેખધારી ભરતની !
કૌશલ્યા હતી ,બાળ રામની જનની !
અને કૈકેયી બની ભગવાન રામની જનની .!
દ્રષ્ટા બની દુષ્ટા, રામસંગ પામી અમરતા !
29/1/2025
5.30.એ.એમ
સરખાવો મારી જ રચના સાથે , "કૈકેયી- દ્વેષી દુષ્ટા કે દક્ષા ?" 5/6/2015



.jpg)

