નિરાકાર, નિર્મોહી , નિર્લેપ , તું કાન્હા !
તો યે લોભાવે , હર એક હૃદય , તું કાન્હા !
સૌને હૈયે વસે છબી તારી , કાન્હા !
નિરાકાર તો યે આકાર પામે તું , કાન્હા !
તું નિર્મોહી , મોહ પમાડે જીવને તું ,કાન્હા !
તું નિર્લેપ , તો યે અમને લેપાવે ,તું , કાન્હા !
આ મોહ ,લેપન, જગ છોડાવે ,કાન્હા !
તવ છબી આરાધન, તુજ સંગ જોડે ,કાન્હા !
"બેલા " જીવન મહેકી જાયે , તુજ પ્રીતે ,કાન્હા !
મન મયુર ,આનંદે, ગહેકી જાયે ,ઓ કાન્હા !
27\4\2021
11.30. એ.એમ.
No comments:
Post a Comment