-----ચિત્તની આ કોરી ચોપડીમાં હે શ્યામ !
-----હસ્તાક્ષરનાં છાંટણા પાડો ,હે શ્યામ !
-----સજલ નયનોમાં તમે વસ્યાં છો , શ્યામ !
-----ઠારો તરસ ,ધરી, ચરણામ્બુજ ,અધરે ,હો શ્યામ !
-----મારી નજરોમાં તમે , મેઘધનુષ છો ,શ્યામ !
-----રંગછટા બની છે ,હ્ર્દયોલ્લાસનું ધામ , હો શ્યામ !
-----અર્પી આત્મા આરાધનથી ,ઇચ્છુ હું , શ્યામ !
-----દિલનાં ધબકારામાં ધબકો , ધીરે ધીરે ,હો શ્યામ !
-----આરતી સજાવી ધૂપ-દીપથી રૂપાળી ,હે શ્યામ !
-----ગૂંથી "બેલા:ની માળા ,વરવા ,તમને ,હો શ્યામ !
10\6\2020
6.50. પી.એમ.
No comments:
Post a Comment