-----ઓ ગગન ગોખમાં બેસી હસતા ચાંદલિયા !
-----તુજ હાસ્યથી અવનિ પર છાયે નિર્મળતા ,
-----ભૂરી ભૂરી ઓઢણી તમે ઓઢંતા ,
-----ધોળી ધોળી ચાંદની જગે રેલાવતા ;
-----ટપકીયાળી કોરે તમે બહુ શોભતા ,
-----ધખતાં હૈયાંઓને શીતળતા આપતા ;
-----રાતરાણીની સૌરભે જગ મહેકાવતા ,
-----રાજીપે "બેલા"ને ય સંગે ડોલાવતા !
5\6\2020
1.30. એ. એમ।
No comments:
Post a Comment