-----વસુદેવજી ચાલ્યાં છે ,ટોપલો લઈને ,
-----માંહી પધરાવી અષ્ટમ પુત્રને ;
-----રોકે દેવકીજી ,બાળ નીરખવાને ,
-----કર્યો પ્રથમ અભિષેક અશ્રુનો ,લાલજીને !
-----મસ્તકે ધાર્યાં , કે ,બન્ધન તૂટયાં તડાક દઈને ,
-----કારાગૃહ ખુલ્યાં ,ને દ્વારપાળ નીંદમાં જી રે। ......વસુદેવ। .....
-----નદી ઉછળે છે , કાંઈ ઉફેણે ચડીને ,
-----અંતરે ઈચ્છા , એને , ચરણ-સ્પર્શની રે ;
-----લાલજી એ ધર્પ્યાં ,ચરણ લંબાવીને ,
-----યમુનાજીએ મારગ દીધો ,ચરણ પખાળીને। ....વસુદેવજી .....
-----શેષનાગ આવિયાં છે ,છત્ર બનીને ,
-----ઝીલવા મસ્તકે વર્ષાની તેજ ઝડીને ;...વસુદેવજી .....
-----વસુદેવજી પહોંચ્યાં છે , ડેલીએ નંદની રે ,
-----આણ વર્તે છે ત્યાં , મીઠી માયાની રે ;
-----પોઢાડયા લાલજીને ,કુંખે યશોદાની રે ,
-----લઇ ચાલ્યાં , માયાને મમતાથી રે। ..વસુદેવજી ......
-----માયાથી પુન: બન્ધન લાગીયા રે ,
-----સૈનિક ને દ્વારપાલ જાગીયા રે ;
-----કંસે જાણી કાળ ,દોટ મેલી રે ,
-----લાત માયાએ મારી ,કીધી વાણી રે ,
-----ગોકુળમાં કાળ ખેલે જન્મીને રે ,
-----વાટ જો હવે , તારા પૂર્ણ કાળની રે।
28\5\2020
2.00 પી.એમ.
No comments:
Post a Comment