-----અંતરના ગોખમાં ઝગે એક દીવડો ,
-----આવરણે ,અંજવાસથી ઝંખાણો , દીવડો ;
-----આવરણો તો કેવાં ને કેટલાં ? ડોલાવે દીવડો !
-----માયાની મીઠી મોહામણીએ ભેળાય ,દીવડો।
-----ક્રોધની કંપારીએ કંપે નાજુક દીવડો ,
-----મદની મસ્તીમાં ઝૂમે આ દીવડો ;
-----મત્સરની વેણમાં ચૂસાય આ દીવડો ,
-----નિંદાની નદીમાં વહી જાય આ દીવડો !
-----આવરણો ચિરાય ,તો, ચમકે આ દીવડો ,
-----ભજન અને ભક્તિની ઓથે છે ,આ દીવડો ;
-----ચોંટે જો આવરણે , ચક્મકનો એક તણખો ,
-----ઝગમગી ઝળહળ ઝળાં ઝળાં થાય દીવડો !
-----આરત અને આરતીની ગોઠે છે દીવડો ,
-----બેલા"ની મહેકથી મ્હાલે ( મ્હેકે ) આ દીવડો।
16\6\2020
5.45.એ.એમ.