-----આયખાની ઝાડીમાં બાઝ્યાં છે ,જાળાં ,!
-----એને કેમ કરી મારે ખંખેરવા ?
-----હો.. મારે કેમ કરી એને ખંખેરવા ?
-----માયાનાં તાંતણે ને મોહના પાશમાં
-----મન-માખી છે- સપડા-ઈ --
-----કામના કરોળીયા લપકાવે જીભડી
-----લોભની લા---ળ ટપકાવી !
-----આવાં આ જાળાં - ને આવાં કરોળીયા
-----એને કેમ કરી મારે તગેડવા !
-----હો... મારે કેમ કરી એને તગેડવા ?
-----આવો ગરુડરાજા ,લાવો ગરુ..ડને
-----પાંખો એની ફે--લાવી ,
-----ફફડાટે પાંખનાં તોડો જાળાંને
-----ને ,લઇ લો મુજને સમાવી ;
-----"બેલા"ના હાર લીધાં,જપમાળ બનાવી
-----એને કેમ કરી મારે ધરાવવા ,
-----હો...મારે કેમ કરી એને ધરાવવા ?
બેલા -૧૭\ફેબ.\૨૦૧૭
૫.૫૦ પી.એમ.યું. એસ. એ.
No comments:
Post a Comment