Pages

ઘરેણું










શ્યામ ઘરેણું મારું સાચું રે ,
હું  તો હાર નથણી  ત્યાગું રે। 
બાજુ બંધ બેરખા મારે શાં કામના ?
કુંડળ -કડલાંથી હું તો નાસું રે ,----શ્યામ।...

નેપુરની  રૂણઝૂણ નથી હવે સોરતી ,
હું તો બંસીનાં નાદે નાચું રે ,
મારે હૈયે વસે છે શ્યામ 
મારે હોઠે  છે શ્યામ 
હું તો શ્વાસે શ્વાસે શ્યામ સંગ રાચું રે ---શ્યામ।....

શ્યામ મારી આસ છે ,
શ્યામ મારી પ્યાસ છે ,
શ્યામ વિણ  "બેલા"નું આયખું અધૂરું રે
શ્યામનાં  ચરણમાં  શરણ છે મારું 
ને, ચરણોમાં સદાય સ્થાન માગું રે --શ્યામ।....
                                 બેલા 14 એપ્રિલ 2017
                                       6.00 એ,એમ. યુ.એસ.એ. 

No comments:

Post a Comment