હંમેશ ઝૂલતો અનિલ , આજ કાં ડાળીએ બેસી ઝૂર્યા કરે ?
દુનિયા તો આવી જ હતી,નગુણી ,અફસોસ શાને કર્યાં કરે ?
"હું"પણું સમાઈ ગયું "એ"ની દુનિયામાં,તો ફિકર શાને ?
આ દુન્યવી આન બાન ને શાન ખાલી આંટા માર્યાં કરે
સમજાઈ ગઈ છે દુનિયા, જો ,તો,આનંદ ભંગ કાં કરે ?
પીવો,આનંદ -ભાંગના પ્યાલા, દુનિયા ઝખ માર્યાં કરે.
બેલા \૩ માર્ચ ૨૦૧૫
૧૨.૦૦ બપોરે .
No comments:
Post a Comment