કાયાના પિંજરના ટોડલે બેઠો ,
મોરલો ,નામે સહસ્રાધાર,
મારે પહોંચવું ,તેની ય પાર ;
મારો મુલાધારનો ચકવો ,
જો ગુંજવે કુંડલિનીનો સિતાર .
સૂર કુંડલિનીના ચડે ,સુષુમણા વાટે ,ને ,
ઈડા-પિંગળા પણ જો થાયે થેઈ થેઈકાર ;
નાડીજાળ -પદ્મોનાં દલ થરકાવતા ,
ડોલાવે , જઈ ,મણીપુર -પદ્મ તળાવ !
તરંગો ઉઠે ,ને વહે ,ચિત્તાકાશમાં,
મેઘ ઘટા છાઈ રહે ,ચિદાકાશમાં ;
ત્યારે બેઠેલો મોરલો ,સહસ્રાધારમાં ,
થાશે ,કલા -કાર આનંદી ગહેકાટમાં !
વરસી પડશે ,જ્ઞાન-વારિ અનરાધાર ,
હટશે ઘોર અંધકાર :અને ,
અંતે ,થાશે મને ,આત્મ-શાક્ષાત્કાર.! !
"બેલા"ઝૂમે સ્વપ્નાકાશમાં ,કરતી આવાં વિચાર .! !
બેલા \૧૯ માર્ચ ૨૦૧૫
૯.૫૦ એ.એમ. યું.એસ.એ.
No comments:
Post a Comment