હજુ સુધી તો ના જાણું હું મારા જ દિલને,તો,
તારા દિલને તો સમજવું કેમે,કરીને કાન્હા?
કયો શબ્દ ઘાવ આપે તને તે કેમ કરીને જાણવું ?
છેંક-ભૂસ કરીને ય છેવટે લખાવે તું,તે લખું,કાન્હા
ભૌતિક સંબંધોથી પર છે-તું -એવું તો જાણું હું,પણ,
આવીને,બારણે,ખટ-ખટાવે,તો કરું શું ? હું કાન્હા?
હવા તું,ઘટા તું,વસી રહ્યો છે,સઘળે તેવું તો જાણું હું,
ફરફરીને પાસમાં,ઘડીક બેસી જાય,તો કરું શું કાન્હા?
ફરફરીને પાસમાં,ઘડીક બેસી જાય,તો કરું શું કાન્હા?
"બેલા"ની સુગંધ થોડી લઇ જઈશ તો બનીશ ધન્ય હું ,
બનું બંસી હું,લગાડી હોઠે,થોડી ફૂંક ની જ જરૂર છે કાન્હા .
બેલા
૮.૦૦ એ.એમ
2-25-15
No comments:
Post a Comment